અનિલ અંબાણીને જેલમાં જતા રોકવાના પ્રયાસોને ફટકો

મુંબઈ, તા. 15 : એરિકસન એબીના ભારતમાંના એકમને લેણી નીકળતી રકમ ચૂકવવાના અને અધ્યક્ષ અનિલ અંબાણીને જેલમાં જતા રોકવાના પ્રયાસોમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડને પછડાટ સહન કરવી પડી છે. નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલે જણાવ્યું છે કે એરિકસનને દેવું ચૂકવવા માટે રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડને આવકવેરાના રિફંડ પેટે મળેલા 2.6 અબજ રૂપિયા છૂટા કરવાનો આદેશ બૅન્કોને આપી શકાય નહીં. ટ્રિબ્યુનલની વેબસાઇટ ઉપર આ આદેશની વિગતો પ્રકાશિત કરવામાં આવી છે. ભારતની ટોચની અદાલતે અનિલ અંબાણીના ટેલિકોમ યુનિટને આદેશ આપ્યો હતો કે તે 19મી માર્ચ પહેલાં એરિકસનને 5.5 અબજ રૂપિયા ચૂકવે અન્યથા તેને ત્રણ માસ માટે જેલમાં મોકલવામાં આવશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer