મ્યાંમાર સરહદે ભારતીય લશ્કરની સર્જિકલ સ્ટ્રાઈક નં. ટુ

મ્યાંમાર સરહદે ભારતીય લશ્કરની સર્જિકલ સ્ટ્રાઈક નં. ટુ
પૂર્વીય સીમાડે ખતરો બનેલા બંડખોરોનો સફાયો કરાયો

નવી દિલ્હી, તા. 15: પાકના બાલાકોટમાં હવાઈ દળે પાર પાડેલી એરસ્ટ્રાઈકસ સમાચારપત્રોના મથાળાઓમાં ઝળકી હતી, ભારત-મ્યાંમાર સરહદ પરના બંડખોર જૂથોએ સર્જેલા ખતરાને રોળી નાખવા ભારતીય આર્મીએ, મ્યાંમારના આર્મી સાથે ચૂપચાપપણે સંયુકત કારવાઈ હાથ ધરી હતી. અહેવાલો મુજબ આ સંયુક્ત કારવાઈનું આયોજન બે માસ પહેલાં જ શરૂ થઈ ચૂકયું હતું. ઈશાન ભારત માટે ભારે મહત્ત્વપૂર્ણ એવા મેગા આંતરમાળખા પ્રોજેકટ સામેના ખતરાને નાકામિયાબ બનાવવા આ સંયુક્ત કારવાઈ 17 ફેબ્રુઆરીથી બીજી માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન્સ આ પ્રકારનું પ્રથમ હતું. ખાસ તો મ્યાંમાર સ્થિત બંડખોર જૂથ અરાકાન આર્મી આ પ્રોજેકટ માટે ખતરો બની હતી.
અરાકાન આર્મી, મ્યાંમારે પ્રતિબંધિત કરેલા કચીન ઈન્ડિપેન્ડન્સ આર્મી સાથે કડી ધરાવે છે.   

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer