મલ્ટિપ્લેક્સની જોહુકમી સામે રોની ક્રૂવાલા કોર્ટમાં

મલ્ટિપ્લેક્સની જોહુકમી સામે રોની ક્રૂવાલા કોર્ટમાં
જાણીતા નિર્માતા રોની ક્રૂવાલાએ ચાર મલ્ટિપ્લેક્સ ચેઈન પીવીઆર, આઈનોક્સ, સિનેપોલીસ અને કાર્નિવલ સિનેમા સામે બિનજરૂરી વિઝ્યુઅલ પ્રિન્ટ ફી વીપીએફ લાદવા બદલ કોર્ટનો આશરો લીધો છે. તેમણે પોતાની પિટિશનમાં એવી ફરિયાદ કરી છે કે પહેલેથી જ વીપીએફ લગાડાતી હોવા છતાં આ મલ્ટિપ્લેક્સવાળા ભારતીય ફિલ્મ પ્રોડયુસરો અને ડિસ્ટ્રિબ્યુટરોને રૂા. 20,000 દરેક ફિલ્મ માટે અલગથી ચૂલવવાની ફરજ પાડી રહ્યા છે અને તે પણ દરેકે દરેક થિયેટર માટે.
રોની ક્રૂવાલાએ આ નિયમને મનસ્વી અને જોહુકમીવાળો ગણાવ્યો હતો. વર્ષ 2010માં નિર્માતાઓ, વિતરકો અને એકિઝબિટર્સ વચ્ચે થયેલી ચર્ચાને પગલે ફિઝિકલ પ્રિન્ટ્સને ડિજિટલમાં ફેરવવાની પ્રક્રિયાને માન્ય રખાઈ હતી અને તેમાં પાંચ વર્ષ માટે એકસાથે ફી લેવાનું નક્કી થયું હતું, પરંતુ હવે મલ્ટિપ્લેકસવાળા તેને માન્ય રાખતા નથી.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer