છેવટે આલિયાની સંજય ભણસાલી અને સલમાન ખાન

છેવટે આલિયાની સંજય ભણસાલી અને સલમાન ખાન
સાથે કામ કરવાની ઇચ્છા પૂરી થઈ

બૉલીવૂડમાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન સાથે કામ કરવા માટે દરેક કલાકાર  ખાસ કરીને નવોદિતો તત્પર હોય છે. આલિયા ભટ્ટ પણ આવી જ ઝંખના ધરાવતી હતી. નવ વર્ષની ઉંમરે અભિનેત્રી બનવાના આશયે આલિયા સંજયની ઓફિસે પહોંચી ગઇ છે, પરંતુ તેણે ત્યારે નિરાશ થઇને પરત ફરવું પડયું હતું. ત્યાર બાદ હવે તો તે બૉલીવૂડની સ્ટાર અભિનેત્રી બની ગઇ છે છતાં તેની નાનપણની ઝંખના યથાવત્ હતી. જે હવે આટલે વર્ષે પૂરી થઇ છે. હાલમાં તેણે સંજયની આગામી ફિલ્મ `ઇનશાલ્લાહ' સાઇન કરી છે. આ ફિલ્મમાં આલિયા સાથે સલમાન ખાન હશે. નોંધનીય છે કે ફિલ્મ `હમ દિલ દે ચૂકે સનમ' બાદ વીસ વર્ષે સલમાન પણ સંજયની ફિલ્મમાં જોવા મળશે. 
આલિયાની આગામી ફિલ્મ કલંક છે. આ ફિલ્મમાં તે વરુણ ધવન, માધુરી દીક્ષિત અને સંજય દત્ત સાથે જોવા મળશે. આ ફિલ્મનું એક ગીત `ઘર મોરે પરદેશી' તાજેતરમાં જ લોન્ચ થયું છે. આ ગીતમાં આલિયા અને માધુરીની કથક નૃત્યની જુગલબંધી જોવા મળશે. માધુરી કથકની તાલીમ પામેલી અનુભવી નૃત્યાંગના છે, જયારે આલિયા માટે આ પ્રથમ અનુભવ હતો. તેણે એક વર્ષ કથકની તાલીમ લીધી હતી. આલિયાએ જણાવ્યું હતું કે, અઢી મહિના સુધી હું રોજ આ ગીત પર નૃત્યની પ્રેક્ટિસ કરતી હતી. આ ગીત ફિલ્માવવાના બે દિવસ અગાઉ હું પંડિત બિરજુ મહારાજ પાસે ગઇ હતી અને કેટલીક કડીમાં રહેરાના ભાવ કેવા રાખવા તે શીખી હતી. તેમના માર્ગદર્શનથી મને સારો લાભ થયો હતો. નોંધનીય છે કે બિરજુ મહારાજ માધુરીના ગુરુ છે.    
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer