અમેરિકાના આર્થિક પ્રતિબંધો વેનેઝુએલાએ ભારતને ક્રૂડતેલની નિકાસ બંધ કરી

અમેરિકાના આર્થિક પ્રતિબંધો વેનેઝુએલાએ ભારતને ક્રૂડતેલની નિકાસ બંધ કરી
બાકુ, તા. 19 (એજન્સીસ) : વેનેઝુએલાએ તેના ક્રૂડતેલની ભારતને નિકાસ અટકાવી દીધી છે અને હવે ચીન તેમજ રશિયાને તેના મુખ્ય ગ્રાહકો તરીકે વ્યવહાર કરશે, એમ અઝેરી એનર્જી મંત્રાલયે વેનેઝુએલાના ઊર્જા પ્રધાનને સંદેશ આપતાં જણાવ્યું હતું. અઝેરી મંત્રાલયે મંગળવારે એક નિવેદન પ્રસિદ્ધ કરીને જણાવ્યું કે બાકુમાં અઝરબૈજાનના ઊર્જાપ્રધાન અને વેનેઝુએલાના ઊર્જાપ્રધાન અને સરકાર હસ્તક કંપની પીડીવીએસએના પ્રેસિડેન્ટ મેન્યુઅલ ક્વિવેડો વચ્ચે થયેલી મંત્રણા બાદ આ નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં ક્રૂડ ઉત્પાદનમાં ભારે ઘટાડો રોકવા વિવિધ પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તે સાથે બજારમાં વૈવિધ્યકરણનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતને ક્રૂડ અૉઇલની નિકાસ બંધ કરવાના નિર્ણય બાદ રશિયા અને ચીનને મુખ્ય બજાર તરીકે જોવામાં આવી રહી હોવાનું આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. વેનેઝુએલાના અર્થતંત્રમાં ભારતીય બજાર મહત્ત્વની છે કારણ કે અમેરિકા પછી કેશ પેમેન્ટ કરવામાં ભારત બીજા ક્રમે છે.
આ વર્ષના પ્રારંભે અમેરિકાએ વેનેઝુએલા ઉપર આર્થિક પ્રતિબંધો લાદી ભારતને વેનેઝુએલાથી ક્રૂડતેલની ખરીદી બંધ કરવાનું દબાણ કર્યું હતું.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer