સુરતમાં કુમળી બાળકીઓની સાથે દુષ્કર્મનો સિલસિલો ચાલુ જ

કડોદરામાં સાત વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કૃત્ય આચર્યું
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 19 : છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં ચાર બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આજે વધુ કડોદરા વિસ્તારની સાત વર્ષની બાળકી સાથે અજાણ્યા ઈસમે દુષ્કર્મ આચર્યાનું પ્રકાશમાં આવ્યા બાદ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીને ચોકલેટની લાલચ આપીને અજાણ્યા ઈસમે દુષ્કર્મ કર્યું હતું.
કડોદરા વિસ્તારમાં રહેતી બાળકી ઘરની પાસે આવેલાં ફોઈનાં નિવાસે રમતી હતી. જ્યાં એક અજાણ્યા ઈસમે તેને ચોકલેટની લાલચ આપી ત્યાંથી તેને ઉઠાવી ગયો હતો. બાળકીનાં ઘરથી અડધો કિલોમીટર દૂર લઈ જઈ માસૂમ સાથે દુષ્કર્મ કર્યું હતું. હવસખોરે બાળકી સાથે અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ત્યાં જ છોડી દીધી હતી. બાળકી રડતી-રડતી ઘર તરફ આવતાં તેનાં રડવાનાં અવાજે પરિવારનાં લોકે ઉચકીને ઘરે લાવ્યાં હતાં. 
બાળકીનાં ગુપ્તાંગમાંથી લોહી નીકળતાં તેની સાથે અજગતું બન્યાનું બહાર આવ્યું હતું. ઈસમે પીડીતાને ઢસડી હોવી જોઈએ. બાળકીનાં પીઠ પર ઈજાનાં મોટા ચિહ્નો જોવા મળ્યા છે. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેરમાં ખસેડવામાં આવી છે. પોલીસે માસુમ પીડિતાનાં હવસખોરને શોધવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. 
દરમિયાન, ચાર દિવસ અગાઉ શહેરમાં ડિંડોલી વિસ્તારની માસુમ બાળા સાથે બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી હતી. હવસખોરે બાળકી સાથે પાશવી કૃત્ય આચર્યુ હતું. દુષ્કર્મની ઘટના દરમિયાન માસુમનાં ઈન્ટરનલ ઓર્ગન એટલાં બધાં ડેમેજ થઈ ગયા છે કે તાત્કાલિક સ્મીમેરનાં તબીબોએ તેનાં પર સર્જરી કરવી પડી હતી. ગુપ્તાંગમાં મોટી ઈજાઓ પહોંચી હોવાથી બાળકીને વધુ સારવાર અર્થે દિલ્હી એઈમ્સમાં મોકલવાનું નક્કી કરાયું છે. ડીસીપી વિધી ચૌધરીએ કહ્યું હતું કે તબીબોની સલાહથી બાળકીને દિલ્હી એઈમ્સમાં વધુ સારવાર અર્થે મોકલી અપાશે. જ્યાં બાળકીની સારવારનો તમામ ખર્ચ સરકાર ભોગવશે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer