56 ઇંચની છાતી છે તો રોજગાર કયાં : પ્રિયંકા

70 વર્ષના રટણની પણ `એકસપાયરી ડેટ' હોય છે
સીતામઢી, તા.19 : કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા ત્રણ દિવસના પૂર્વાંચલ પ્રવાસ પર છે. આજે તેમણે સીતામઢીના મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ પીએમનું નામ લીધા વિના કહ્યું કે 56 ઈંચની છાતીવાળા રોજગાર કેમ આપતા નથી?
પ્રિયંકાએ કહ્યું કે તમે કહો છો કે તમે શક્તિમાન છો, મોટા નેતા છો, 56 ઈંચની છાતી છે તો પછી રોજગાર કેમ આપી શકતા નથી. આ તેમની દુર્બળતા છે. તેમની સરકાર એક દુર્બળ સરકાર છે.
કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે કાંઈ પણ કર્યું નથી. તેમણે સીત્તેર વર્ષના મુદ્દે પણ મોદી સરકારને નિશાને લેતાં કહ્યું હતું કે 70 વર્ષના રટણની પણ `એકસપાયરી ડેટ' હોય છે.
યુપીની યોગી સરકારના બે વર્ષ પૂર્ણ થવા અંગે તેમણે કહ્યું કે માત્ર સિદ્ધિઓ ગણાવવાથી કંઈ થતું નથી. કેમકે જમીન પર કોઈ અસર દેખાતી નથી. પ્રિયંકાએ કહ્યું કે મુખ્યમંત્રી સિદ્ધિઓની વાત કરે છે અને હું અહીં જમીન પર ઘૂમી રહી છું. કિસાનો-આમ આદમી ભારે પરેશાન છે.
આજે જ યોગી આદિત્યનાથની સરકારને બે વર્ષ પૂર્ણ થયાં હતાં અને સીએમે તેમની સિદ્ધિઓ વર્ણવી હતી તેના થોડા કલાકોની અંદર જ પ્રિયંકાએ આ પ્રહાર કર્યા હતા.
પ્રિયંકા ગાંધીનો પૂર્વાંચલ પ્રવાસનો આજે બીજો દિવસ હતો. ગઈકાલે એમણે પ્રયાગરાજમાં સંગમમાં પૂજા-અર્ચના કરી હતી અને તે પછી બોટયાત્રાની શરૂઆત કરી હતી. બોટયાત્રા 140 કિ.મી.ની છે જેમાં તેઓ પ્રયાગરાજથી મિર્જાપુર થઈને વારાણસી પહોંચશે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer