બેસ્ટના કર્મચારીઓ ફરી હડતાળ કરે એવી શક્યતા

બેસ્ટના કર્મચારીઓ ફરી હડતાળ કરે એવી શક્યતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.19 : બેસ્ટ કર્મચારીએ ફરી હડતાળનું હથિયાર ઉગામવાની ધમકી આપી છે. ફેબ્રુઆરી મહિનાનો પગાર લંબાઈ ગયો એટલે કર્મચારીઓ સંતપ્ત થયા છે અને તેઓએ આંદોલનનો નિર્ણય લીધો છે. આથી મુંબઈગરાને ફરી હાલાકીનો સામનો કરવો પડે એવા સંજોગો નિર્માણ થયા છે. જાન્યુઆરી મહિનામાં બેસ્ટ કર્મચારીઓઁએ હડતાળ પાડી હતી અને આ હડતાળ બેસ્ટના ઇતિહાસની સૌથી મોટી હડતાળ હતી. પગારવધારા અને વિવિધ માગણીઓ માટે બેસ્ટના કર્મચારીઓએ જાન્યુઆરી મહિનામાં હડતાળ પાડી હતી. બોમ્બે હાઇ કોર્ટની મધ્યસ્થીને પગલે બેસ્ટના કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી હતી. યુનિયનના નેતા શશાંક રાવે વડાલા બેસ્ટ ડેપોમાં મોટી સભા સંબોધી હતી. નવ દિવસની હડતાળ પાછી ખેંચતાં શશાંક રાવે કહ્યું હતું કે સરકારની સમિતિની ભલામણો આપણે ઠુકરાવી દીધી હતી.પોકળ આશ્વાસનોમાં અમને લગીરે વિશ્વાસ નથી. બોમ્બે હાઇ કોર્ટે આપણી માગણી પ્રત્યે સહાનુભૂતિ દાખવી હોવાથી હડતાળ ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer