એપીએમસીના વેપારીઓએ કર્યો ચીની માલનો વિરોધ

એપીએમસીના વેપારીઓએ કર્યો ચીની માલનો વિરોધ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મુંબઈ-નવી મુંબઈમાં મોટી સંખ્યામાં  વ્યાપારીઓ એકત્ર થઈ ચાયનાની દોગલાઈ નીતિથી આતંકવાદી અઝહર મસૂદને તેમ જ પાકિસ્તાનને વિશ્વ લેવલે વિટો વાપરી અટકાવે છે. ભારતના વીર જવાનો-શહીદી વહોરે છે. તેના વિરોધરૂપે દેશભરમાં ચાયનાના માલોનો બહિષ્કાર કરવા વ્યાપાર ઉપર 300થી 500 ટકા કસ્ટમ ડયૂટી નાખવી, નવી મુંબઈની માર્કેટમાં આજરોજ વીર શહીદોને તેમ જ દિવંગત સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદોના પરિવારોને યોગ્ય મદદ આપવાનું ઠરાવેલ હતું. આ સમયે માર્કેટો તેમ જ પરિસરોમાં ચાયનાના માલોનો બહિષ્કાર કરવો તેમ જ હોળીમાં ચાયનાના માલની પણ હોળી કરવાનું આવહાન કરેલ છે. વ્યાપારી પરિવારો દેશહિતમાં આતંકવાદના વિરોધમાં તન-મન-ધનથી ચાયના -પાકિસ્તાનના વ્યાપારનો બહિષ્કાર કરવા તૈયાર છે.
વિવિધ સંગઠનોના આગેવાનો રાષ્ટ્રીય સંગઠનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ કીર્તિભાઈ રાણા, અરુણભાઈ ભીંડે, શંકર ઠક્કર, અમરશી કારિયા, દામજી પલણ, સુરેશ ઠક્કર, કાંતિલાલ ભટ્ટ, જયેશ શેઠ, દિવ્યેશ શાહ, જયેશ રાણા, ગોપાલજી પલણ, પ્રદીપ ખન્ના, અમૃતલાલ પંડયા, અબ્દુલભાઈ સહિત વિવિધ વ્યાપારીઓ માથાડી કામગાર, ટ્રાન્સપોર્ટર સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer