મોઝામ્બિકમાં ચક્રવાતનો કહેર : 1000નાં મૃત્યુની આશંકા

મોઝામ્બિકમાં ચક્રવાતનો કહેર : 1000નાં મૃત્યુની આશંકા
ઝિમ્બાબ્વેમાં તારાજી સર્જ્યા બાદ ઈડાઈ વાવાઝોડાએ આફ્રિકાના મોઝામ્બિકમાં મોતનું તાંડવ સર્જ્યું હતું. જેમાં ઓછામાં ઓછા 1000 લોકોએ જીવ ગુમાવ્યો હોવાની આશંકા મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી છે. વાવાઝોડા અને ભારે વરસાદના કારણે દેશના વધુ આબાદી ધરાવતા વિસ્તારમાં ભારે અસર થઈ હતી અને લોકોના મકાનો પાણીના વ્હેણમાં ડૂબી ગયા હતા. મોઝામ્બિકમાં વાવાઝોડાની અસરને ધ્યાને રાખીને વૈશ્વિક સંસ્થાઓ દ્વારા તાકીદે ભંડોળ રજૂ કરવામાં આવ્યું છે. તેમજ લોકોને બચાવવા અને પુનર્વસનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડા બાદ રોગચાળો ન ફેલાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. મોઝામ્બિક ઉપરાંત ઝિમ્બાબ્વેમાં પણ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
Published on: Wed, 20 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer