હિઝબુલના સલાહુદ્દીનની 13 સંપત્તિ જપ્ત કરશે ઈડી

હિઝબુલના સલાહુદ્દીનની 13 સંપત્તિ જપ્ત કરશે ઈડી
નવી દિલ્હી,તા.19 (પીટીઆઈ) પ્રવર્તન નિર્દેશાલયે(ઈડી) આજે જણાવ્યું હતું કે તેણે વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્નીના વડા સૈયદ સલાહુદ્નીની જમ્મુ અને કાશ્મીર ખાતેની 13 સંપત્તિને જપ્ત કરી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ બાંદીપોરાના રહેવાસી મોહમ્મદ શફી શાહ અને છ જણની 1.22 કરોડની સંપત્તિ જપ્ત કરવાને લગતા આદેશ જારી કર્યા છે. આ તમામ લોકો કથિતપણે આતંકી સંગઠન માટે કામ કરે છે. ઈડીએ સલાહુદ્ની વિરુદ્ધ ચાલી રહેલી આતંકી ભંડોળની તપાસ અંતર્ગત આ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે સલાહુદ્ની પાકિસ્તાનમાં રહીને ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓનો દોરીસંચાર કરે છે. 
ઈડીએ જણાવ્યું હતું કે સલાહુદ્ની, શાહ તેમજ અન્યો વિરુદ્ધ ગેરકાનૂની ગતિવિધિઓને અટકાવવા માટેની કાર્યવાહીના કાયદા તળે દાખલ થયેલી ચાર્જશીટને સંજ્ઞાનમાં લઈને હવાલાનો એક ફોજદારી કેસ પણ નોંધવામાં આવ્યો છે. હવે આ નાપાક આતંકવાદીની  13 સંપત્તિ જપ્ત થઈ રહી છે. ઈડીએ જણાવ્યું હતું કે, હિઝબુલ જમ્મુ અને કાશ્મીરમાં સૌથી સક્રિય આતંકી સંગઠન છે અને કાશ્મીરમાં અલગતાવાદને ઉત્તેજન આપવા માટે તે મોટાપાયે `ટેરર ફન્ડિંગ' પણ કરે છે. જકાર્ત (જમ્મુ એન્ડ કશ્મીર એફેક્ટિસ રિલીફ ટ્રસ્ટ) નામના ટ્રસ્ટની આડમાં હિઝબુલ ભારતમાં ત્રસવાદ ફેલાય એ માટે નાણા મોકલે છે.
ઉલ્લેખનીય છે કે ઈડીએ ગુરુગ્રામમાં લશ્કર-એ-તૈબાના પ્રમુખ હાફીઝ સઈદ સાથે જોડાયેલો એક વિલા પણ તાજેતરમાં જ જપ્ત કર્યો હતો. તેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે. આ વિલા શ્રીનગરના કારોબારી ઝહૂર અહમદ શાહ વટાલીનો હતો અને તેને સઈદે નાણાં આપ્યાં હતાં.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer