રોબર્ટ વડરાની કસ્ટોડિયલ પૂછપરછ કરવા ઈડીની રજૂઆત

નવી દિલ્હી, તા. 20 : કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વડરાની મુક્ત કસ્ટોડિયલ પૂછપરછ કરવા દેવાની માગણી એન્ફોર્ટમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કરી છે. ઈડીએ તેની આગોતરા જામીનનો જોરદાર વિરોધ કર્યો છે અને તેના માટે કહ્યું છે કે તે ડોમેસ્ટિક મની લોન્ડરિંગમાં સંડોવાયેલો છે.
દિલ્હી કોર્ટના ખાસ જજે તા. 25મી સુધી વડરાની આગોતરા જામીન 25મી માર્ચ સુધી લંબાવી છે પછી તેને તપાસણી પૂછપરછમાં સહકાર આપવા સૂચના આપી હતી. ઈડીએ તેના ઉત્તરમાં જણાવ્યું હતું કે ગુનાભરી પ્રવૃત્તિ થકી ઉપલબ્ધ પ્રોપર્ટીના વડરા માલિક છે. વડરા આ બધી પ્રક્રિયામાં ચાવીરૂપ રહ્યા છે.
વડરાએ હાલ જે તપાસ થઈ રહી છે તે કેસમાં બરોબર સહકાર આપ્યો છેનો દાવો કર્યો હતો. આ કિસ્સાઓમાં વિદેશમાંની છૂપી અસ્કયામત અને કંપનીઓ સંબંધિત આ તપાસ થઈ રહી છે.
Published on: Wed, 20 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer