જ્વેલર્સોને ધમકી : પોલીસ હળવી રીતે લઈ રહ્યાનો આક્ષેપ

મુંબઈ, તા. 20 : કાલિનાના ત્રણ જ્વેલર્સ પ્રત્યેકને રૂા. 3 લાખ પડાવવાના મળેલા ધમકીભર્યા પત્રો છતાં તેને જે હળવી રીતે પોલીસ લઈ રહી છે તેથી તેઓ ક્રુદ્ધ છે.
પ્રકાશ જ્વેલર્સના વિરેન્દ્ર જૈન, મહેશ જ્વેલર્સના મહેશ કોઠારી અને મયુર જ્વેલર્સના વિનોદ સેઠીયાએ વાકોલા પોલીસ પર આ પ્રકારની ધમકી સામે ગંભીર ન હોવાનો આક્ષેપ કર્યો છે. તેઓના નિવેદન મુજબ પોતાને ચહેરો છુપાવી એક માણસે તેઓની દુકાનોની શટર્સ બહાર આ ધમકીના પત્રો નાંખ્યા હતા, તેઓના કહેવા મુજબ આ પ્રકારનો પત્ર અબ્દુલ્લાહ ખાન (56) નામની વ્યક્તિને મળ્યો હતો જેમની ક્રૂરતાભર્યા રીતે હત્યા કરાઈ હતી.
પોલીસના ત્રોત મુજબ શંકાસ્પદ પત્રમાં લખ્યું હતું તે પ્રમાણે ખાન નાણાં આપી નહીં શકતા તેની હત્યા કરી દેવાઈ હતી.
Published on: Wed, 20 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer