શૅરબજાર `ફ્લેટ'' ખૂલી વૃદ્ધિની ચાલે

મુંબઈ, તા. 20 : આજે સવારે શૅરબજારમાં સતત આઠમા સત્રમાં પણ વૃદ્ધિની ચાલ જારી રહેલી જણાઈ હતી. જેમાં કે આવતી કાલે ધૂળેટી નિમિત્તે બજાર બંધ છે અને શુક્રવારે અંતિમ સત્રને લક્ષમાં લેતાં આજે ઊંચે સાવચેતીનું માનસ આગળ ઉપર દેખાઈ શકે છે એમ નિષ્ણાતો માને છે. સવારે બજાર `ફ્લેટ' ખુલ્યા પછી આગળ ઉપર સવારે 10.01 વાગે બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનામાં 72 પોઈન્ટ વધીને 38437ની તો નિફ્ટી 12 પોઈન્ટના સુધારે 11544ની સપાટીને સ્પર્શ્યો હતો. સ્થાનિકમાં વેદાંતા, ઇન્ફોસીસ, એલ ઍન્ડ ટી, ટીસીએસ અને એક્સિસ બૅન્કના શૅર્સ વધ્યા હતા. જોકે રૂપિયો આજે શરૂઆતમાં ઢીલો જણાયો હતો. એશિયન બજારો સવારે મિશ્ર ટોને રહ્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer