કૉંગ્રેસ માટે ખતરાની ઘંટી : સપા-બસપાના જોડાણથી થશે મતવિભાજન

મુંબઈ, તા. 20 : આગામી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ-એનસીપી યુતિ પર રાજ્યમાં મુસ્લિમ મતોના વિભાજનનો ખતરો તોળાઈ રહ્યો છે કેમ કે સમાજવાદી પાર્ટી (સપા) અને એઆઈએમઆઈએમ પક્ષે દલિત સંગઠનો સાથે સમજૂતી કરી હોવાથી અનેક બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાશે. અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (વીબીએ)ને સમર્થન આપશે જ્યારે સપાએ ગઈકાલે માયાવતીના પક્ષ બસપા સાથે ચૂંટણીજોડાણ કર્યું હતું.
સપા-બસપા યુતિ રાજ્યની તમામ 48 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે અને બેઠકો અંગેની સમજૂતી - વહેંચણી ટૂંક સમયમાં થશે. કૉંગ્રેસના મુસ્લિમ વિધાનસભ્યો અને અન્ય નેતાઓએ કહ્યું હતું કે કોમ સેક્યુલર મતોનાં વિભાજનને `નિષ્ફળ' બનાવશે ત્યારે બીજી બાજુ નિરિક્ષકોએ એવી આશંકા દર્શાવી હતી કે સપા અને ઓવૈસીનો પક્ષ મોટી સંખ્યામાં મુસ્લિમ મતો લઈ જશે અને તેનો સીધો ફાયદો ભાજપ - શિવસેનાને થશે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer