ગોરેગામમાં સ્કૂલ બસનો અકસ્માત : ક્લીનરનું મૃત્યુ

મુંબઈ, તા. 20 : ભરવેગે જઈ રહેલી સ્કૂલ બસ ગઈકાલે મેટ્રોના બેરેકેડ્સને ભટકાતા થયેલા ભીષણ અકસ્માતમાં બે વિદ્યાર્થી જખમી થયા છે અને ક્લીનરનું મૃત્યુ થયું છે. સવારે સાડા છ વાગ્યે ગોરેગામના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ખાતે બનેલા બનાવમાં બસ એક પ્રતિષ્ઠિત શાળાની હોવાનું જાણવા મળે છે. આ રસ્તા પર મેટ્રોને લઈ ભારે ખોદકામ થયા છે અને ડ્રાઈવરનો બસ પરનો તાબો છૂટતા તે એક બેરેકેડ્સ સાથે જોરથી અથડાતા બસના દરવાજા બહાર ઊભેલો ક્લીનર ઉમેશ ગુરવ રસ્તા પર ફેંકાઈ ગયો હતો અને તેના હાથ અને માથે ગંભીર ઇજા પહોંચી હતી, તેને ઉપચાર માટે નજીકની બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કેઅર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ ઉપચાર પહેલા તેનું મૃત્યુ થયું હતું. વનરાઈ પોલીસે ડ્રાઈવર રામજીત ગૌડની ધરપકડ કરી છે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer