GST કાઉન્સિલની ટૅક્સ વિકલ્પની નીતિને ગ્રાહક-ડેવલપર્સ દ્વારા આવકાર

મુંબઈ, તા. 20 : જીએસટી કાઉન્સિલના ચાલુ પ્રોજેક્ટ્સ માટે ઈનપુટ ટૅક્સ ક્રેડિટ સંબંધિત ટ્રાન્ઝિશન પ્રેસેસને સરળ બનાવવા આઈટીસી લાભ સાથેના જૂના જીએસટી રેટ અને આઈટીસી વગરના નવા જીએસટી રેટની પસંદગી કરવાની છૂટ આપી છે. આથી ઘરો પોષણક્ષમ બનતાં ખરીદદારોને રાહત મળશે.
ગયા મહિને સરકારે બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ પર 12 ટકા જીએસટી ઘટાડી પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આ લાભ પહેલી એપ્રિલ 2019 પૂર્વે શરૂ થયેલા ચાલુ પ્રોજેક્ટોને મળી રહેશે.
આમ પરવડે એવા ઘરની બાબતે દર 8 ટકા (ક્રેડિટ સાથે) હશે અને એક ટકો (વગર ક્રેડિટ પર) ઉપલબ્ધ રહેશે. આ નિર્ણય બાંધકામ હેઠળના પ્રોજેક્ટો માટે અનુકૂળતા બક્ષશે અને વૃદ્ધિ તરફ વેગ મળશે અને રિયલ એસ્ટેટો ડેવલપર્સને મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ચાલુ પ્રોજેક્ટો સાથે આગળ ધપવા પ્રેરણા મળી રહેશે.
મુંબઈવાસીઓ માટે પોષાણક્ષમ અને મીડ-સેગમેન્ટ કેટેગરીઓની પ્રોપર્ટીઝ ખરીદવા પ્રોત્સાહન મળી રહેશે જેમાં કે યુનિટોની કિંમત રૂા. 60-80 લાખની અંદર રહી છે.
રિયલ્ટી રિસર્ચર નાઈટ ફ્રેન્ક ઇન્ડિયાના સીએમડી શિશિર બજાજના બીલ્ડરો હવે વેચાણ વૃદ્ધિના હેઠળ તેના જૂના વિસ્તારોમાંના પ્રોજેક્ટો ચાલુ રાખશે. જોકે ગ્રાહકો હજી ઈચ્છે છે કે ડેવલપર્સ નવા ટૅક્સ સ્લેબ સાથે જીએસટીના નીચા દર વસૂલે. તો ક્રેડાઈના નેશનલ પ્રેસિડન્ટ શાહે જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલ 1 એપ્રિલથી એફોર્ડેબલ હાઉસિંગમાં એક ટકો અને અન્ય હાઉસિંગમાં પાંચ ટકા જીએસટી માટેનો માર્ગ મોકળો કર્યો છે. નવા દરનો અમલ કરવાનો ટ્રાન્ઝિશનનો સરળ માર્ગ નક્કી કરવામાં આવ્યો છે અને ચાલુ પ્રોજેક્ટ્સના હાલના દરને પસંદ કરવાનો વિકલ્પ અપાયો છે તેથી રિયલ એસ્ટેટ ઉદ્યોગ ખુશ છે. ગ્રાહકો અને ડેવલપર્સ માટે જીએસટીને લઈને `વેઈટ ઍન્ડ વૉચ'નો સમય પૂરો થયો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer