કાશ્મીરના તરુણને શૌર્ય ચક્ર એવોર્ડથી નવાજતા રાષ્ટ્રપતિ

કાશ્મીરના તરુણને શૌર્ય ચક્ર એવોર્ડથી નવાજતા રાષ્ટ્રપતિ
શ્રીનગર, તા.19: ઓક્ટોબર '17માં ઇરફાન રમઝાન શેખ નામના - તે વેળા 14ની વયના તરુણે તેનાં ઘર પરના આતંકી હુમલાને ખાળી દઇ નાકામિયાબ બનાવવામાં દાખવેલી અપ્રતિમ હિંમતની કદરરૂપે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેને આજે શૌર્ય ચક્ર એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. રાઇફલ અને હાથબોમ્બ સાથે તેનાં ઘર ભણી ધસી આવેલા આતંકીઓનો ઈરાદો રાજકીય ચળવળકાર એવા તેના પિતાની હત્યા કરવાનો હતો.

Published on: Wed, 20 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer