2014માં બીજીવાર સાંસદ બનેલા 153 નેતાની સંપત્તિમાં 142 ટકાનો વધારો

2014માં બીજીવાર સાંસદ બનેલા 153 નેતાની સંપત્તિમાં 142 ટકાનો વધારો
નવી દિલ્હી, તા. 20: દેશની ચૂંટણીઓ ઉપર નજર રાખીને વિશ્લેષણ કરતી સંસ્થા એડીઆરનાં એક અહેવાલમાં જાણવા મળે છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં જીત પછી સંસદમાં પહોંચેલા બીજીવાર પહોંચેલા 153 સાંસદોની મિલકતમાં 142 ટકાનો તોતિંગ વધારો થયો છે. આ વધારો પ્રતિ સાંસદ સરેરાશ 13.32 કરોડ રૂપિયા છે. આઈએએનએસનાં રિપોર્ટ અનુસાર આ યાદીમાં ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહા, બીજેડીનાં પિનાકી મિશ્રા અને એનસીપીનાં સુપ્રિયા સુલે સૌથી વધુ મિલકતો વધી હોય તેવાં સાંસદોમાં ટોચ ઉપર છે.
- વર્ષ 2009થી 2014 દરમિયાન પાંચ વર્ષમાં 153 સાંસદોની સરેરાશ મિલકત વૃદ્ધિ 7.81 કરોડ રૂપિયા રહી હતી.
- આ સાંસદોની વર્ષ 2009માં સરેરાશ મિલકત 5.5 કરોડ રૂપિયા હતી. જે બમણી વધીને 13.32 કરોડ રૂપિયા થઈ છે.
- સાંસદોમાં સૌથી વધુ સંપત્તિ ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહાની વધી છે. વર્ષ 2009માં તેમની મિલકત 15 કરોડ રૂપિયા જેટલી હતી. જે 2014માં વધીને 131 કરોડ રૂપિયા થઈ ગઈ.
- સૌથી વધુ સંપત્તિ વધી હોય તેવા ટોચનાં 10 સાંસદોમાં શિરોમણી અકાલી દળનાં હરસિમરત કૌર બાદલ છઠ્ઠા ક્રમે છે અને ભાજપનાં વરુણ ગાંધી 10મા ક્રમે.
- ભાજપનાં 72 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 7.54 કરોડનો વધારો થયો છે. જ્યારે કોંગ્રેસનાં 28 સાંસદોની મિલકતમાં સરેરાશ 6.35 કરોડની વૃદ્ધિ થઈ છે.
- કોંગ્રેસનાં જે નેતાની મિલકતમાં સૌથી વધુ વધારો થયો તેમાં રાહુલ ગાંધી ટોચ ઉપર છે. તેમની મિલકત બે કરોડથી વધીને 2014માં સાત કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer