સુરેશ અૉબેરોય અને પુત્ર વિવેકની જોડી જોવા મળશે ફિલ્મમાં

સુરેશ અૉબેરોય અને પુત્ર વિવેકની જોડી જોવા મળશે ફિલ્મમાં
બૉલીવૂડમાં પિતા-પુત્ર કે પિતા-પુત્રીની જોડીને સાથે ચમકાવતી ફિલ્મો પ્રેક્ષકોમાં ખાસ આકર્ષણ ધરાવે છે. અનિલ કપૂર અને સોનમ કપૂરની જોડીને ચમકાવતી ફિલ્મ `એક લડકી કો દેખા તો ઐસા લગા'ને પણ પ્રેક્ષકોએ વખાણી હતી. હવે આ જ રીતે સુરેશ અૉબેરોય અને તેનો પુત્ર વિવેક અૉબેરોય ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીમાં સાથે જોવા મળશે. સાત ભાષામાં એકસો જેટલી ફિલ્મમાં અભિનય કરનાર સુરેશ ફિલ્મમાં સંતની ભૂમિકા ભજવે છે. આ પાત્ર કાલ્પનિક છે છતાં ફિલ્મની કથા માટે મહત્ત્વનું છે. જયારે વિવેક નરેન્દ્ર મોદીનું મુખ્ય પાત્ર ભજવે છે.  મોદીની કિશોરાવસ્થાથી વડા પ્રધાન સુધીની જીવનયાત્રાનો સમાવેશ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer