મુંબઈ ઇન્ડિયન્સની તમામ મૅચમાં ઓપનિંગ કરશે રોહિત

મુંબઈ ઇન્ડિયન્સની તમામ મૅચમાં ઓપનિંગ કરશે રોહિત
મુંબઈ, તા. 21 : ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે તે 12મી સીઝનમાં પોતાની ટીમની તમામ મેચમાં ઇનિંગની શરૂઆત કરશે. રોહિતે છેલ્લી અમુક સીઝનમાં મુંબઈ માટે મધ્યક્રમે પણ બેટિંગ કરી હતી પરંતુ આ આગામી કાર્યક્રમને લઈને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મુંબઈની તમામ મેચમાં પોતે જ ઓપનિંગ કરશે. રોહિતે મુંબઈ ઇન્ડિયન્સના અભ્યાસ સત્ર બાદ કહ્યું હતું કે, બેટિંગને લઈને વિચાર સ્પષ્ટ છે. અગાઉ મધ્યક્રમમાં બેટિંગ કરી ચૂક્યો છે અને ઇનિંગની શરૂઆત પણ કરી છે. આવી જ રીતે ટીમને જરૂર પ્રમાણે બેટિંગ કરીશ પરંતુ આગામી તમામ મેચમાં ઓપનિંગમાં આવીશે. રોહિતે ઉમેર્યું હતું કે, ભારતીય ટીમ માટે પણ પોતે ઓપનિંગ કરે છે અને આ જ ક્રમે સફળતા પણ મળી છે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer