દક્ષિણ આફ્રિકાની શ્રીલંકા સામે રોમાંચક જીત

દક્ષિણ આફ્રિકાની શ્રીલંકા સામે રોમાંચક જીત
સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું : મિલરનું ઓલરાઉન્ડ પ્રદર્શન
કેપટાઉન, તા. 21 : સ્ટાર ડેવિડ મિલરના ઓલરાઉન્ડ પ્રદર્શનના દમ ઉપર દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને ટી20 મેચના રોમાંચક મુકાબલામાં સુપર ઓવરમાં હરાવ્યું હતું. મિલરે વિકેટકિપરની ભૂમિકા નિભાવતા  એક કેચ ઝડપ્યો હતો અને સ્ટપિંગ કર્યું હતું. અગાઉ શ્રીલંકાની ટીમ પહેલા બેટિંગમાં ઉતરતા 7 વિકેટે 13ં4 રન જ કરી શકી હતી. ત્યારબાદ બેટિંગમાં આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી મિલરે 23 બોલમા 41 રન કર્યા હતા. પરંતુ દક્ષિણ આફ્રિકાના મધ્યક્રમમાં ધબડકો થયો હતો અને 8 વિકેટ ટુકં સમયમાં ગુમાવી દીધી હતી. અંતે બન્ને ટીમનો સ્કોર બરાબર રહ્યો હતો. સુપર ઓવરમાં મિલરે 13 રન કર્યા હતા જેના કારણે દક્ષિણ આફ્રિકાના 14 રન થયા હતા. જ્યારે શ્રીલંકાની ટીમ ઈમરાન તાહિરની ઓવરમાં માત્ર 5 જ રન કરી શકી હતી.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer