બાન્દ્રા અને પુણેથી જયપુર માટે બબ્બે વિશેષ હોળી સ્પેશિયલ ટ્રેનો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : પશ્ચિમ રેલવે દ્વારા બાન્દ્રા ટર્મિનસ જયપુર તથા જયપુર-પુણે વચ્ચે બે-બે હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. ટ્રેન નં. 09724 બાન્દ્રા-જયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન રવિવાર, 24 માર્ચે બાન્દ્રાથી બપોરે 3.25 વાગે રવાના થશે અને બીજા દિવસે બપોરે 12.20 વાગે જયપુર પહોંચશે.
ટ્રેન નં. 09723 જયપુર-બાન્દ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શનિવાર, 23 માર્ચે જયપુરથી સાંજે 7 વાગે રવાના થશે અને બીજા દિવસે બપોરે 1.45 વાગે બાન્દ્રા પહોંચશે. આ ટ્રેન બન્ને દિવસોમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર અને દુર્ગાપુરા સ્ટેશનોએ ઊભી રહેશે.
ટ્રેન નં. 09729 જયપુર-પુણે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન રવિવાર, 24 માર્ચે જયપુરથી રાતે 11.00 વાગે રવાના થશે અને બીજા દિવસે સાંજે 5.50 વાગે વસઈ રોડ પહોંચીને રાતે 10.10 વાગે પુણે પહોંચશે.
વળતાં ટ્રેન નં. 09730 પુણે-જયપુર સુપરફાસ્ટ ટ્રેન મંગળવાર, 26 માર્ચે પુણેથી રાતે 12.25 વાગે રવાના થશે અને 27 માર્ચે રાતે 11.15 વાગે જયપુર પહોંચશે.
આ ટ્રેન બન્ને દિશાઓમાં દુર્ગાપુરા, સવાઈ માધોપુરા, કોટા, રામગંજ મંડી, નાગદા, રતલામ, ગોધરા, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ અને લોનાવલા સ્ટેશનોએ ઊભી રહેશે, એમ પશ્ચિમ રેલવેની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer