ઈન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ ન કરનાર 11 લાખ લોકોને નોટિસ મોકલાશે

મુંબઈ, તા. 21 : ઇન્કમ ટૅક્સ વિભાગ આ અઠવાડિયાથી રિટર્ન ફાઇલ ન કરનારી 11 લાખ વ્યક્તિને ઇ-ટૅક્સ નોટિસો ફટકારવાની શરૂઆત કરવાની યોજનામાં છે. ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ નંબર 133સી અંતર્ગત આ નોટિસો વ્યક્તિગત ફટકારવામાં આવશે.
આવક વેરા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા એવા લોકોને નોટિસ મોકલાવાશે જેમણે આર્થિક ટ્રાન્ઝેક્શનો કરીને ટૅક્સ રિટર્ન નથી ભર્યાં. આવા મોટા ભાગના કેસો નોટબંધીના સમયગાળાના છે. નોટિસોનો જવાબ નહીં આપવામાં આવે એવા કેસોને ચકાસણી માટે આકારણી અધિકારીઓને સુપરત કરાશે. જે કેસોમાં જવાબો આપવામાં આવ્યા છે એવા કેસોની ચકાસણી કરીને તેને રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવા કેસોમાંથી લગભગ 70,000 લોકોએ ઇન્કમ ટૅક્સ રિટર્ન ભરેલા છે.
આવક વેરા વિભાગના નવા ઊભા કરાયેલા સેન્ટ્રલાઇઝ્ડ વેરિફિકેશન સેન્ટરને દેશભરના તમામ કરદાતાઓએ ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરેલા છે તે તમામમની ચકાસણીનું કામ સોંપાયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 6.44 કરોડ જેટલા કરદાતાઓએ પોતાના ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરેલા છે. જે વ્યક્તિએ પોતાની બૅન્ક થાપણો, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનની વિગતો નથી દર્શાવી તેમને ટૂંક સમયમાં નોટિસો મળશે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer