અરુણાચલમાં ભાજપને જબરો ફટકો : પ્રધાનો સહિત 8 નેતાએ પક્ષ છોડયો

ઇટાનગર, તા. 21 : અરુણાચલ પ્રદેશમાં સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો ફટકો પડયો હતો. પ્રધાનો અને ધારાસભ્યો સહિત આઠ નેતાઓએ પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. પાર્ટી છોડીને આ તમામ નેતા નેશનલ પીપલ્સ પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્ટીના રાજ્ય મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહમંત્રી કુમારવાઈ, પ્રવાસ મંત્રી જારકર ગામલિન અને અનેક ધારાસભ્યોને ટિકિટ નહીં આપવાના નિર્ણય બાદ મોટી સંખ્યામાં સભ્યો પાર્ટી છોડીને એનપીપીમાં સામેલ થઇ ગયા છે. એનપીપી કોઇપણ પાર્ટી સાથે ચૂંટણીમાં ગઠબંધન કરનાર નથી.
રાજ્યની 60 વિધાનસભા સીટમાંથી 54 માટે ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ સંસદીય બોર્ડ દ્વારા  રવિવારના દિવસે કરવામાં આવી હતી. પૂર્વોત્તરની તમામ 25 સીટો ઉપર એનપીપી ચૂંટણી લડશે. અરુણાચલમાં એક જ તબક્કામાં 23મી એપ્રિલના દિવસે ચૂંટણી યોજાનાર છે. 

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer