ગુજરાતમાં ચૂંટણી પંચનો સપાટો : 1.40 કરોડની રકમ જપ્ત કરાઈ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 21 : લોકસભાની ચૂંટણીમાં કાળાં નાણાંની હેરાફેરી રોકવા ફ્લાઇંગ સ્ક્વોડે હાથ ધરેલી કામગીરીમાં રૂા. 1.40 કરોડની રકમ જપ્ત કરવામાં આવી હતી. તેમાંથી ઇન્કમ ટૅક્સ વિભાગ દ્વારા  ખરાઇ કરીને રૂા. 44.61 લાખની રોકડ પરત આપવામાં આવી છે જ્યારે રૂા. 95.43 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે જેમાં સુરતમાંથી આંગડિયાની બે પેઢીઓમાંથી રૂા. 44 .70 લાખનો સમાવેશ થાય છે જ્યારે અમદાવાદમાં કિંજલ જવાહર શાહ પાસેથી રૂા. 60.73 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. જેમાંથી રૂા. 10 લાખ તેમને ચોપડે બોલતી હોવાથી તે રકમ પરત આપીને બાકીની રકમ જપ્ત કરવામાં આવી છે, એમ ચૂટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી કૃષ્ણાએઁ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ગત મોડી રાતે સુરત ઍરપોર્ટ ઉપરથી એક શખસની ફોરેન કરન્સી સાથે અટકાયત કરવામાં આવી છે. જે અંગે સુરત ઍરપોર્ટ અૉથોરિટીએ ઇન્કમ ટૅક્સ વિભાગને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે. 
દરમિયાન ઇન્કમ ટૅક્સ વિભાગના જોઇન્ટ ડિરેક્ટર પંકજ શ્રીવાસ્તવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ ંહતું કે,  ઇન્કમ ટૅક્સ વિભાગની 36 ટીમના 400 અધિકારીઓએ  સર્વેલન્સની  કામગીરી શરૂ કરી છે. જેમાં 33 જિલ્લા ઉપરાંત દાદરા નગર હવેલી, દીવ અને દમણનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 11 ઍરપોર્ટ ઉપર પણ 11 ઍરઇન્ટેલિજન્સ યુનિટ પણ ઊભા કરવામાં આવ્યા છે. સાથે સાથે આ તમામ લોકો પર દેખરેખ અને સંચાલન કરવા માટે 6 ઝોનલ હેડ્સની પણ નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદમાં 2, રાજકોટમાં 1, સુરતમાં 1, વાપી અને વડોદરામાં પણ 1-1નો સમાવેશ થાય છે.  

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer