ખરેખર ચોકીદાર છો તો અસીમાનંદની મુક્તિ સામે અપીલ કરો : ઓવૈસી

હૈદરાબાદ, તા. 21 (પીટીઆઈ): જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના સાચા ચોકીદાર હોય તો સરકારે સમઝૌતા બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદના નિર્દોષ છુટકારા સામે અપીલમાં જવું જોઇએ એમ ફશળશળના પ્રમુખ અશદુદીન ઓવૈસીએ જણાવ્યું હતું. મોદીના `મૈં ભી ચૌકીદાર' અભિયાન પર પ્રહાર કરતાં ઓવૈસીએ એક ચૂંટણી રૅલીમાં જણાવ્યું હતું કે, `તમે કેવા પ્રકારના ચોકીદાર છો. સમઝૌતા બ્લાસ્ટમાં 25 ભારતીયોના પણ મોત થયાં હતાં. આ બૉમ્બધડાકો આતંકવાદી કૃત્ય હતું. તમે કેવા ચોકીદાર છો?' પંચકુલાની ખાસ અલદાતે સમઝૌતા એક્સ્પ્રેસ બ્લાસ્ટ કેસમાં બુધવારે અસીમાનંદ અને અન્ય ત્રણને નિર્દોષ છોડી મૂકયા હતા. આ ધડાકામાં 68 લોકો માર્યા ગયા હતા જેમાં મોટા ભાગના પાકિસ્તાનીઓ હતા.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer