હું નથી ચૂંટણી લડવાનો કે નથી કોઈ પાર્ટીનો પ્રચાર કરવાનો : સલમાન

હું નથી ચૂંટણી લડવાનો કે નથી કોઈ પાર્ટીનો પ્રચાર કરવાનો : સલમાન
મુંબઈ, તા. 21 (પીટીઆઇ) : મધ્ય પ્રદેશના ઇંદોરની બેઠક પર વર્તમાન લોકસભાનાં અધ્યક્ષા સુમિત્રા મહાજન સામે કૉંગ્રેસ તરફથી અભિનેતા સલમાન ખાન ઉમેદવારી કરશે એવી ચર્ચા વચ્ચે સલમાને આજે ટ્વીટરના માધ્યમથી સ્પષ્ટતા કરી હતી કે આ બધી અફવાઓ છે, તેમાં કોઇ તથ્ય નથી. હું ચૂંટણી લડવાનો નથી અને કોઇ રાજકીય પાર્ટીનો પ્રચાર પણ કરવાનો નથી.
છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે કે આઠ વાર ઇંદોરની બેઠક પરથી ચૂંટાયેલા ભાજપનાં વરિષ્ઠ નેતા સુમિત્રા મહાજન સામે આ વખતે કૉંગ્રેસ સલમાન ખાનને મેદાનમાં ઉતારશે. જોકે આજે સલમાને આ બાબતે સ્પષ્ટતા કરતા આ ચર્ચાનો અંત આવ્યો છે. દરમિયાન મહાજને આજે જણાવ્યું હતું કે ઇંદોર બેઠક પર મારી સામે કૉંગ્રેસ સબળ ઉમેદવાર મેદાનમાં ઉતારશે તો મને ગમશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer