આથિયાએ શાકાહારી બનવાનો સંકલ્પ લીધો

આથિયાએ શાકાહારી બનવાનો સંકલ્પ લીધો
સ્લીમ અને લાંબું કદ ધરાવતી અભિનેત્રી આથિયા શેટ્ટીએ પોતાના નવા વર્ષના રેઝોલ્યુશનમાં વેજીટેરિયન બનવાનો નિર્ણય લીધો હતો અને એને તે સારી રીતે નિભાવી રહી છે. દેખીતી રીતે જ આ પ્રાણીમિત્ર ઍક્ટ્રેસે પોતાના આ નિર્ણય બાબતમાં સંતોષ વ્યક્ત કર્યો હતો.
બૉલીવૂડના બાવડેબાજ અભિનેતા ગણાતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયાએ ભોપાલમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની તેની ફિલ્મનું શાટિંગ તાજેતરમાં પૂર્ણ કર્યું હતું. વધુમાં આથિયા માટે એક અન્ય સારા સમાચાર એ છે કે તે હવે એક પ્રચંડ કદનું ઍન્ડોર્સમેન્ટ ડીલ કરવા જઈ રહી છે. આથિયાએ હાલમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તેની તસવીરોમાં તે ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ દેખાઈ રહી છે.

Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer