મોહિત સૂરિની ઍક્શન-થ્રિલરમાં આદિત્ય-દિશાની જોડી

મોહિત સૂરિની ઍક્શન-થ્રિલરમાં આદિત્ય-દિશાની જોડી
આદિત્ય રૉય-કપૂર અને દિશા પટણીએ મોહિત સૂરિની ડાર્ક ઍક્શન-થ્રિલર `મલંગ'નું શૂટિંગ શરૂ કર્યું હોવાથી આ જોડી પર ઉત્તર ગોવાના કેટલાક રમણીય બીચ પર ફિલ્મનાં મહત્ત્વનાં દૃશ્યોનું ચિત્રીકરણ કરવામાં આવશે જેમાં પણજીમાં આવેલા ચર્ચ અૉફ મૅરી ઇમેક્યુલેટ કન્સેપ્શનનો અને કલંગુટે બીચનો સમાવેશ છે.
આ ફિલ્મમાં અનિલ કપૂર પણ ગ્રે શેડનો રોલ કરી રહ્યો છે, જ્યારે કુણાલ ખેમુ અને અક્ષય અૉબેરૉય પોલીસ અૉફિસરની ભૂમિકામાં દેખાવાના છે. ફિલ્મ સાથે માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે `મલંગ'માં આદિત્યનો રોલ એક સ્થાનિક યુવાનનો છે જે આ ટૂરિસ્ટો માટેના લોકપ્રિય રાજ્યમાં `પાર્ટીઓ' કરે છે. ગોવાનું 20 દિવસનું શાટિંગ આટોપ્યા બાદ આદિત્ય અને દિશા એપ્રિલમાં મૉરિશિયસ જશે.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer