`છીછોરે''માં આમિરનો સ્પેશિયલ એપિયરન્સ

`છીછોરે''માં આમિરનો સ્પેશિયલ એપિયરન્સ
નીતેશ તિવારીની ફિલ્મ `દંગલ'માં પોતાની પુત્રીઓ ગીતા અને બબીતાને વિશ્વકક્ષાની મહિલા કુસ્તીબાજ બનાવવા માટેના ઍમેચ્યોર રેસલર મહાવીરસિંહ ફોગાટની ભૂમિકા ભજવનારો આમિર ખાન ફરીથી નીતેશની ફિલ્મમાં કામ કરશે.
જોકે આ વખતે 54 વર્ષનો આમિર ખાન નીતેશની ફિલ્મ `છીછોરે'માં સ્પેશિયલ એપિયરન્સમાં દેખાશે.
`છીછોરે'ના મુખ્ય કલાકારોમાં સુશાંતસિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર છે, જ્યારે ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે. આમિર ખાન અને નીતેશ તિવારી વચ્ચે જબરદસ્ત `કેમિસ્ટ્રી' હોવાથી તેઓ લાંબા સમયથી સાથે કામ કરવા વિચારી રહ્યા હતા અને `દંગલ' બાદ તેમને `છીછોરે' દ્વારા આ મોકો મળ્યો છે.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer