વરુણ અને સારાની જોડી `કૂલી નં. વન''માં

વરુણ અને સારાની જોડી `કૂલી નં. વન''માં
`જુડવા'ની સીક્વલ કર્યા બાદ બૉલીવૂડમાં કૉમેડી ફિલ્મોના મહારથી ગણાતા દિગ્દર્શક ડેવિડ ધવને પોતાની વીતેલાં વર્ષોની વધુ એક કૉમેડી ગોવિંદા અભિનીત `કૂલી નં. 1'ની સીક્વલ બનાવવાનો નિર્ણય લીધો છે, જેમાં પોતાના પુત્ર વરુણ સાથે તેમની ત્રીજી વખત જોડી જામશે. આ પહેલાં પિતા-પુત્રે `મૈં તેરા હીરો' અને `જુડવા-2' ફિલ્મો કરી છે.
જોકે નોંધપાત્ર બિના હવે આવી રહી છે. કૂલીની સીક્વલમાં હીરોઇન તરીકે સારા અલી ખાનની પસંદગી કરવામાં આવી હોવાથી તે મૂળ ફિલ્મમાંની કરિશ્મા કપૂરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ જુલાઈ 2019માં ફ્લોર પર જશે. રોહિત શેટ્ટીની સુપરહિટ `સિમ્બા'નું લેખનકાર્ય કરનારા ફરહાદ શામજીને `કૂલી'ની સીક્વલના લેખક તરીકે લેવામાં આવ્યા છે.

Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer