કોપા અમેરિકા ખિતાબ જીતવો જરૂરી નથી : નેમાર

કોપા અમેરિકા ખિતાબ જીતવો જરૂરી નથી : નેમાર
સાઓ પાઉલો, તા. 22 : બ્રાઝિલની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન નેમારના કહેવા પ્રમાણે યજમાન હોવાના નાતે બ્રાઝિલની ટીમ વર્તમાન વર્ષે કોપા અમેરિકા જીતવાને લઈને બાધ્ય નથી. નેમારે એક ચેનલને ઈન્ટરવ્યુંમા કહ્યું હતું કે, બ્રાઝિલની ટીમને કોપા અમેરિકા જીતવી જ પડશે તેવું જરૂરી નથી. જો કે પોતાના જ દેશમાં કોપા અમેરિકાનું આયોજન થઈ રહ્યું હોવાથી થોડુ દબાણ રહેશે. ટીમ ખિતાબની દાવેદાર પણ બની શકે છે. પરંતુ આ કપ જીતવો જ પડે તેવું નથી. દુનિયાની સૌથી જુની ટૂર્નામેન્ટ કોપા અમેરિકાનું આયોજન 14મી જુનથી સાઓ પાઉલોમાં થવાનું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer