કોહલી-ધોનીની ટક્કર સાથે આજથી આઈપીએલનો દબદબો

કોહલી-ધોનીની ટક્કર સાથે આજથી આઈપીએલનો દબદબો
ચેન્નઈથી રાત્રિના 8 વાગ્યે પ્રસારણ : ધોનીના ધુરંધરોને તેના ગઢમાં હરાવવા કોહલી માટે પડકાર
નવી દિલ્હી, તા. 22 : વય સાથે નિખરી રહેલી મહેન્દ્ર સિંહ ધોનીની ગત ચેમ્પિયન ટીમ ચૈન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ ટી20 લીગના પહેલા મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મુકાબલો કરશે. કોહલીની ટીમનો ધોનીના ધુરંધરોને તેના ગઢમાં હરાવશે તો તેનાથી મોટી શરૂઆત બીજી કોઈ થઈ શકે નહી.
ચૈન્નઈની કોર ટીમની ઉંમર 30 વર્ષ કરતા વધુ છે. ધોની અને શેન વોટ્સન 37 વર્ષના છે. જ્યારે ડ્વેન બ્રેવો 35, ડુપ્લેસીસ 34, અંબાતી રાયડૂ અને કેદાર જાધવ 33 અને સુરેશ રૈના 32 વર્ષનો છે. સ્પિન ઈમરાન તાહિર 39 અને હરભજનસિંહ 38 વર્ષનો છે. જો કે આઈપીએલમાં પ્રદર્શનને ધ્યાને લઈએ ચૈન્નઈની ટીમની ઉંમર માત્ર એક આંકડા જ છે. ચૈન્નઈની ટીમ શિર્ષમાં 4 વખત રહી છે અને ત્રણ વખત ચેમ્પિયનશિપ જીતી છે.  જ્યારે બેંગ્લોરની ટીમ હજી સુધી એકપણ વખત આઈપીએલ જીતી શકી નથી. તેવામાં હવે શનિવારના મેચનું પરિણામ બોલરો અને દબાણનો સામનો કરવાની ક્ષમતા ઉપર નિર્ભર રહેશે. ચૈન્નઈનો અંબાતી રાયડૂ અને રવિન્દ્ર જાડેજા સારૂ પ્રદર્શન કરીને વિશ્વકપમાં જગ્યા બનાવવા ઈચ્છશે. જ્યારે બેંગલોરના ઉમેશ યાદવની નજર પણ વિશ્વકપની ટીમ ઉપર છે. આરસીબી સામે ચૈન્નઈએ આઈપીએલમાં 15 મેચ જીત્યા છે અને 7માં હાર મળી છે. આ ઉપરાંત એક મેચનું પરિણામ આવ્યું નહોતું.  જો કે બન્ને ટીમો માટે વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધી ખાસ અસર કરશે તેવું લાગી રહ્યું છે. 
ચૈન્નઈ : મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડૂ, શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસિસ,  મુરલી વિજય, કેદાર જાધવ, સેમ બિલિંગ્સ, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ શોરે, ચૈતન્ય બિશ્નોઈ, રિતુરાજ ગાયકવાડ, ડ્વેન બ્રાવો, કર્ણ શર્મા,  ઈમરાન તાહિર, હરભજન સિંહ, મિશેલ સેંટનેર, શાર્દુલ ઠાકુર, મોહિત શર્મા, કે એમ આસિફ, ડેવિડ વિલે, દીપક ચહર, એન જગદિશન
બેંગ્લુરૂ : વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, માર્કસ સ્ટોઈનસ, સેમરોન હેટમાયર, શિવમ દુબે, નાથન કુલટર, વોશિંગ્ટન સુંદર,  ઉમેશ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ,  હેનરિચ ક્લાસેન, મોઈન અલી, કોલિન ડિ ગ્રાન્ડહોમ, પવન નેગી, ટિમ સાઉદી, અક્ષદીપ નાથ, મિલિન્દ કુમાર, દેવદત્ત પી, ગુરકીત સિંહ, પ્રયાસ રાય બર્મન, કુલવંત કેજરોલિયા, નવદીપ સૈનિ, હિમ્મત સિંહા.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer