બિહારમાં મહાગઠબંધને કરી બેઠકની વહેંચણી

કૉંગ્રેસને મળી 9 સીટ
 
રાજદ 20 બેઠકો ઉપરથી લડશે લોકસભા ચૂંટણી 

નવી દિલ્હી, તા. 22 : લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને બિહારમાં મહાગઠબંધનમાં બેઠકની વહેચણીનું સત્તાવાર એલાન કરી દેવામાં આવ્યું છે.  મહાગઠબંધનમાં આરજેડીને 20 બેઠક અને કોંગ્રેસને 9 બેઠક મળી છે. જ્યારે સીપીઆઈએમએલને રાજદે પોતાના ખાતામાંથી એક બેઠક આપી છે. રાજદના પ્રવક્તા મોહન ઝાએ કહ્યું હતું  કે, બેઠકમાં તેજસ્વી યાદવ, શરદ પવાર,  જીતન રામ માંઝી સહિતના વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા. આ બેઠકમાં બેઠકની વહેચણીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહાગઠબંધનમાં બિહારની 40 લોકસભા બેઠકોમાંથી રાજદને 20, કોંગ્રેસને 9, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીને 5, હિન્દુસ્તાની આવામ મોરચાને 3, વીઆઈપી 3 તેમજ સીપીઆઈએમએલને રાજદના ખાતામાંથી એક બેઠક મળી છે. વહેચણીમાં સંસદીય ક્ષેત્ર ગયાથી હિન્દુસ્તાન આવામ મોરચાના જીતન રામ માંઝી મેદાનમાં ઉતરશે. નવદામાં રાજદ તરફથી વિભા દેવીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે જુમઈ લોકસભા બેઠકમાં આરએલએસપીના ભુદેવ ચૌધરીને ઉમેદવાર જારી કરવામાં આવ્યા છે. આ સાથે બિહારની બે વિધાનસભા બેઠકો માટે પણ ઉમેદવારોનું એલાન કરી દેવામાં આવ્યું હતું.  
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer