નોટબંધી પછી રોકડ 19 ટકા વધી

વી દિલ્હી, તા.22 : વિવિધ વ્યવહારોને `િડજિટલ' બનાવીને `લેસકેશ' સોસાયટીને પ્રોત્સાહન આપવાના સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના પ્રયાસો છતાં દેશમાં નોટબંધી અગાઉની તુલનાએ બજારમાં રોકડ ચલણ 19.14 ટકા વધીને 21.41 લાખ કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. 
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, નોટબંધીથી પહેલાં ચોથી નવેમ્બર, 2016 સુધી 17.97 લાખ કરોડનું રોકડ ચલણ બજારમાં ફરતું હતું.
હવે, 15 માર્ચ, 2019 સુધીમાં બજારમાં રોકડ વધીને 19.14 ટકા એટલે કે રૂા. 21.41 લાખ કરોડની વિક્રમી ઉંચાઈ પર પહોંચી ગઈ છે. 
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના તાજા આંકડા અનુસાર, ડિજિટલ લેવડ-દેવડમાં વધારા છતાં છેલ્લાં એક વર્ષમાં ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ રોકડ બજારમાં ફરતી થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર-2016માં 500 અને 1000ની જૂની નોટો રદ્દ કરાયા પછી જાન્યુઆરી- 2017માં બજારમાં ફરતાં રોકડ ચલણમાં લગભગ 9 લાખ કરોડનો ઘટાડો આવ્યો હતો.
નોટબંધી બાદ આરબીઆઈને જૂની- રદ્દ નોટોના કુલ્લ 15.310 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જે નોટબંધી વખતે બજારમાં ફરતી 15.317 લાખ કરોડની રોકડના 99.3 ટકા હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer