60 કરોડ યુઝર્સના ફેસબુક પાસવર્ડ વર્ષોથી કર્મચારીઓ માટે વાંચનક્ષમ હોવાના રિપોર્ટ

નવી દિલ્હી તા. 22: સાઠ કરોડ યુઝર્સના ફેસબુક પાસવર્ડ્સ કંપનીના સર્વર્સમાં પ્લેઈન ટેક્ષ્ટમાં સંઘરાયા હોવાનું ક્રેબસન સિકયોરિટી રીપોર્ટમાં ફેસબુકના એક કર્મચારીને ટાંકીને  જણાવાયું છે. પાસવર્ડને ફેસબુકના વીસ હજાર કર્મચારીઓ સર્ચ કરી શકે છે. ફેસબુકની તપાસ હજી ચાલી રહી હોવાનું જણાય છે તે છતાં યુઝર્સ પાસવર્ડના આર્કાઈર્વ્ઝમાં છેક 2012થી પ્લેઈન ટેક્ષ્ટમાં તે સચવાયા છે. જો કે કંપની બહારના માટે પાસવર્ડ દૃશ્યમાન હોવાનો કે તેનો ગેરઉપયોગ થવાનો કે કર્મચારીઓ દ્વારા તેના સુધી અનુચિતપણે પહોંચાતું હોવાનો ફેસબુકે તેના બ્લોગ પોસ્ટમાં ઈનકાર કર્યો છે.
કંપનીના સોફટવેર એન્જીનીઅર સ્કોટ રેન્ફ્રોએ ક્રેબસન સિકયોરિટી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે જાન્યુ.માં રુટીન સિકયોરિટી રીવ્યુના ભાગરૂપે અમને જોવા મળ્યું કે થોડા યુઝર પાસવર્ડ, અમારી ઈન્ટરનલ ડેટા સ્ટોરેજ સિસ્ટમ અંતર્ગત રીડેબલ (વાચનક્ષમ) ફોર્મેટમાં સંઘરવામાં આવી રહ્યા છે. દરમિયાન ફેસબુકે જણાવ્યુ છે કે તેણે આ મામલો પકડી પાડયો છે અને જેઓના પાસવર્ડ પ્લેઈન ટેક્ષ્ટમાં સંઘરાયા છે તે દરેકને નોટીફાય કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer