પુલવામા હુમલાના સૂત્રધાર મુદ્દસરના નિકટના વિશ્વાસુ સજ્જાદની દિલ્હીમાં ધરપકડ

નવી દિલ્હી તા. 22: પુલવામામાંના આતંકી હુમલાના સૂત્રધાર મુદ્દસરના નિકટના સાથી એવા જૈશ એ મોહમ્મદના આતંકી સજ્જાદ ખાન (27)ની ગુરુવારે રાતે ધરપકડ થયાનું પોલીસ જણાવે છે. પુલવામાનો રહીશ સજ્જાદ દિલ્હીની લજપતરાય માર્કેટ પાસેથી ઝડપાયો હતે. પુલવામા હુમલાની પહેલાં જ તે દિલ્હી આવી ગયો ત્યારથી ફરાર હતો.
સજ્જાદ શાલના વેપારીના સ્વાંગમાં તે દિલ્હીમાં વસતો હતો. બાતમીના આધારે તેને લાલ કિલ્લા પાસેથી ઝડપી લેવાયો હતો. સાજીદ ઉર્ફે સજ્જાદ ખાનનો એક ભાઈ મસૂદ અઝહરના ભત્રીજા સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
જૈશ એ મોહમ્મદ દિલ્હીમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાની ગુપ્તચર તંત્રને મળેલી બાતમી જોતાં સજ્જાદની ધરપકડથી એ બાબત દૃઢ થાય છે કે દિલ્હીમાં છુપાઈને તે કોઈક હુમલાની ફિરાકમાં હતો. તાજેતરમાં દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા મુદ્દસરે તેને દિલ્હીમાં સ્લીપર સેલ સ્થાપવાનું કામ સેંપેલું. પુલવામાના હુમલામાં વપરાયેલી ઈકો મિનીવેનને જૈશના એક શકમંદે હુમલાના દસ દિવસ પહેલાં ખરીદી હતી. શકમંદની ઓળખ દ.કાશ્મીરના બિજબેહરાના રહીશ સજ્જાદ રૂપે થઈ હતી.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer