પવાર અને માયાવતીની ચૂંટણી લડવાની અનિચ્છા

એટલે એનડીએના વિજયનો સંકેત : શિવસેના
 
મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર અને બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતી ચૂંટણી લડવાનાં નથી તે બાબત બતાવે છે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો વિજય નિશ્ચિત છે.
`સામના'માં જણાવવામાં આવ્યું હતું કે શરદ પવારની જેમ માયાવતીએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેનો અર્થ થાય છે કે તેઓ વડા પ્રધાનપદની રેસમાંથી બાકાત થયાં છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ બસપાની વગ છે. તેઓ કહે છે કે હું આખા દેશમાં ફરીને મારા ઉમેદવારોનો પ્રચાર કરવા માગું છું તેથી પોતે ઉમેદવારી કરી નથી. શરદ પવારે પણ તે જ પ્રકારે માઢામાંથી ચૂંટણી લડવામાંથી પીછેહઠ કરી છે. શરદ પવાર વિપક્ષી એકતા માટે પ્રયત્ન કરે છે, પરંતુ પોતાના પરિવારમાં એકતા રાખી શકતા નથી. રણજિતસિંહ મોહિતે-પાટીલે રાષ્ટ્રવાદી સાથે છેડો ફાડયો તે શરદ પવાર માટે બહુ મોટો ફટકો છે.
Published on: Sat, 23 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer