વિશ્વભ્રમણ કરીને પત્રકાર ત્રણ વર્ષ અને ત્રણ દિવસે પરત ઘરે આવ્યો

વિશ્વભ્રમણ કરીને પત્રકાર ત્રણ વર્ષ અને ત્રણ દિવસે પરત ઘરે આવ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.22 (પીટીઆઇ) : `તમે વિચારો કંઇક અને બને કંઇક એ જ જીવન છે...' એવા શબ્દો ધરાવતું જાણીતું અંગ્રેજી ગીત લેખક જોન લેનોને વર્ષ 1980ની ફિલ્મ `બ્યુટિફુલ બૉય' માટે લખ્યું હતું. આ શબ્દોને સાર્થક કર્યા છે 36 વર્ષના પત્રકાર વિષ્ણુદાસ ચાપકેએ. ચાપકે ત્રણ વર્ષ અને ત્રણ દિવસ બાદ કોઇ પણ જાતના આયોજન વગર રોડ માર્ગે સાવ ઓછા ખર્ચે વિશ્વભ્રમણ કરીને પરત આવ્યો છે.
ચાપકેએ આજથી ત્રણ વર્ષને ત્રણ દિવસ પહેલાં થાણે રેલવે સ્ટેશનેથી વિશ્વભ્રમણના ઇરાદા સાથે સફર શરૂ કરી હતી અને હવે તે રોડ માર્ગે એશિયા, સાઉથ આફ્રિકા, સેન્ટ્રલ અમેરિકા, યુરોપ અને અૉસ્ટ્રેલિયા ખંડના 35 દેશોની ધરતી ખુંદીને પરત ફર્યો છે. 
પરભણી જિલ્લાના એક ખેડૂત પરિવારના પુત્ર ચાપકેએ એકલા સમુદ્ર માર્ગે વિશ્વભ્રમણ કરનારા નૌકાદળના કૅપ્ટન દિલીપ દોંડે પરથી પ્રેરણા લીધી હતી. આ પત્રકાર ગયા શુક્રવારે મ્યાનમારની સરહદેથી સ્વદેશ પરત આવ્યો હતો અને ગુરુવારે રાત્રે ફરીથી થાણે સુધી પહોંચ્યો છે. ચાપકેએ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે 19 માર્ચ, 2016ના મેં આ યાત્રા શરૂ કરી હતી ત્યારે મારા મનમાં અચોક્કસતા હતી, રોડ માર્ગે વિશ્વ પરિભ્રમણની કોઇ યોજના વગર જ નીકળી પડયો હતો. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષમાં આ ભ્રમણ દરમિયાન મને જે અનુભવ થયા છે તે અદ્ભુત, યાદગાર અને સુંદર છે. ત્રણ વર્ષ જેટલા લાંબા સમય બાદ પરિવાર અને મિત્રોને ફરીથી મળવાનો આ પ્રસંગ પણ ખૂબ ભાવૂક છે.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer