સોમૈયાને ફરી ઈશાન મુંબઈની ટિકિટ અપાશે : વરિષ્ઠ ભાજપ નેતા

મુંબઈ, તા. 23 : ભાજપની શહેરમાંની નેતાગીરીએ જણાવ્યું છે કે ઈશાન મુંબઈના વર્તમાન સાંસદ કિરીટ સોમૈયાને 2019ની લોકસભા ચૂંટણી માટે પડતા મૂકવામાં નહીં આવે. `ઈશાન મુંબઈ માટેના અમારા ઉમેદવાર કિરીટ સોમૈયા જ રહેશે' એમ ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું.
ગત રવિવારે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ શહેરની ત્રણ બેઠકો પૈકી બે માટેના ઉમેદવારોનાં નામની જાહેરાત કરી હતી, જ્યારે ઈશાન મુંબઈના ઉમેદવારનું નામ જાહેર કરાયું ન હતું, જેને કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે સોમૈયાને બદલે કોઈ અન્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભાજપના મતે સોમૈયાએ શ્રેષ્ઠ કામગીરી બજાવી છે અને સંસદમાં પણ તેમની હાજરી સારી હોવા ઉપરાંત તેઓ અનેક મહત્ત્વના મુદ્દા ઉઠાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer