કૉમોડિટી એક્સ્ચેન્જો પર ફેબ્રુઆરીમાં ટર્નઓવર ઘટયું

મુંબઈ, તા. 23 : મૂડી તથા કૉમોડિટી માર્કેટના નિયમનકાર સેબીનો ટોચના પાંચ કૉમોડિટી બ્રોકર્સ પર પ્રતિબંધ મૂકવાનો અને અન્ય બીજા 295 બ્રોકરો સામે તપાસ આદરવાના નિર્ણયની અસર કૉમોડિટી એકસ્ચેન્જોના ટર્નઓવર પર જણાવા લાગી છે.
દેશના સૌથી મોટા કૉમોડિટી એકસ્ચેન્જ એમસીએક્સ પર ટર્નઓવર 11 ટકા ઘટી રૂા. 5.40 લાખ કરોડ રહ્યું હતું. જે જાન્યુઆરીમાં રૂા. 6.09 લાખ કરોડ હતું. તો એનસીડીઈએક્સ પર કૃષિ - કોમોડિટીનું ટર્નઓવર 30 ટકા ઘટી રૂા. 29 લાખ થયું હતું. જે જાન્યુઆરીમાં રૂા. 41 લાખનોં એમસીએક્સ પ્રવક્તાના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં રોજનું સરેરાશ ટર્નઓવર રૂા. 27,023 કરોડ જેવું ઊંચું હતું જે જાન્યુઆરીમાં રૂા. 26,473 કરોડ રહ્યું હતું. અને માર્ચમાં અત્યાર સુધીમાં રોજનું સરેરાશ ટર્નઓવર રૂા. 26,582 આસપાસ જણાયું છે.
ગયા મહિને સેબીએ પાંચ મોટી કૉમોડિટી બ્રોકિંગ કંપનીઓ મોતીલાલ ઓસવાલ, આનંદ રાઠી, જિયોફીન કોમટ્રેડ, ઇન્ડિયા ઇન્ફોલાઈન અને ફિલિપ કૉમોડિટીઝને બજારમાં સોદા કરવા માટે ``ફીટ અને બરોબર'' નહીં હોવાના જાહેર કર્યા હતા. તેઓને 45 દિવસમાં કામકાજ બંધ કરી દેવા સૂચના અપાઈ હતી.
આમ 2013માં એનએસઇએલ પર રૂા. 5600 કરોડના ``ટ્રેડ સેટલમેન્ટ કૌભાંડ'' ભૂમિકા ભજવ્યાનો આક્ષેપ જે 300 બ્રોકિંગ કંપનીઓ સામે થઈ રહ્યો છે તેમાં આ પાંચ પણ સમાવિષ્ટ છે.
સેબી લગભગ 300 બ્રોકરો સામે તપાસ કરી રહી છે અને તેમાંની કેટલીક નાની બ્રોકિંગ કંપનીઓ સ્વૈચ્છિક રીતે જ તેના કૉમોડિટીના કામકાજ બંધ કરી રહેલ છે.
કૉમોડિટી એકસ્ચેન્જો પર આ કારણ ઉપરાંત બીજા નવા સુસ્થાપિત એક્સચેન્જો જેવાં કે બીએસઈ અને એનએસઈએ કૉમોડિટી ટ્રેડિંગમાં પ્રવેશ કરતા તેની પણ અસરે ટર્નઓવર ઘટયાનું જણાય છે.

Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer