મની લોન્ડરિંગમાં ઝાકીર નાઈકના સાથીની ધરપકડ

મની લોન્ડરિંગમાં ઝાકીર નાઈકના સાથીની ધરપકડ
મુંબઈ, તા. 23 : એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ (ઈડી)એ ગઈકાલે એક મની લોન્ડરિંગ કેસમાં વિવાદાસ્પદ ઈસ્લામિક ધર્મગુરુ ઝાકીર નાઈકના કથિત સાગરીત નજમુદ્દીન સાથકની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ ઈડી દ્વારા કરાઈ રહી હોઈ તેના જણાવવા મુજબ સાથકે કોમી નફરત ફેલાવવાના ઉદ્દેશથી વીડિયો બનાવવા અને તેના પ્રસારણ માટે યુએઈમાંના કોઈક શંકાસ્પદ સ્થળેથી ફંડ્ઝ ટ્રાન્સફર કર્યા હતા.
વ્યવસાયે જ્વેલર એવો સાથક દુબઈસ્થિત ગ્લોબલ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન (જીબીસી)નો ડિરેક્ટર હતો, જે `પીસ ટીવી'ની માલિકી ધરાવે છે.
`પીસ ટીવી' યુએઈથી મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં ડૉ. નાઈકના કોમી અને સ્ફોટક ભાષણો બ્રોડકાસ્ટ કરતું હતું.
તપાસમાં જણાયું હતું કે સાથક મારફત નાઈક જીબીસી પર વર્ચસ્વ ભોગવતો હતો. આ ચેનલમાંના કાર્યક્રમો `હાર્મની મીડિયા' દ્વારા ભારતમાં તૈયાર કરાતા હતા, જેના પર નાઈકનું નિયંત્રણ છે' એમ ઈડીએ સાથકની કસ્ટોડિયલ રિમાન્ડની માગણી કરતી વખતે સ્પેશિયલ પ્રિવેન્શન અૉફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) કોર્ટ સમક્ષ જણાવ્યું હતું.
નાઈકની બહેન નાઈલાહ નૂરાની અને તેનો એક કથિત અન્ય સાગરીત આમીર ગઝદર, બંને જણ હાર્મની મીડિયામાં ડિરેક્ટર હતા. ઈડીના જણાવવા મુજબ પીસી ટીવીના કાર્યક્રમો રેકર્ડ કરવા માટેનું ભંડોળ કથિતપણે દુબઈસ્થિત જીબીસી મારફત મોકલવામાં આવતું હતું. જીબીસી દ્વારા આ રીતે હાર્મની મીડિયાને રૂા. 79 કરોડની રકમ મળી હતી.
જીબીસી દ્વારા હાર્મની મીડિયાને પૂરું પાડવામાં આવતા ભંડોળનો સ્રોત શંકાસ્પદ છે કેમકે આ ચેનલ પર એક પણ જાહેરાત આવતી ન હતી અને સાથકે તેની કોઈ પણ વિગતો આપી નહીં હતી. આ વ્યવસ્થા `િબઝનેસ ટ્રાન્ઝેક્શન' તરીકે જીબીસીમાંથી હાર્મની મીડિયાને નાણાં ટ્રાન્સફર કરવા માટે પ્રોજેક્ટ કરવામાં આવી હતી.
બંને સંસ્થાનો પર નાઈકનું તેના વિશ્વાસુ સાગરીતો દ્વારા સીધેસીધું નિયંત્રણ હતું. આ વીડિયો સાથક દ્વારા પીસ ટીવી પર અપલોડ કરવા માટે બ્રિટનમાં પણ નિકાસ કરાતા હતા. બ્રિટનમાં નિકાસ કરાતા આ વીડિયોની બાબતમાં 
કોઈ નાણાકીય લેવડદેવડ કરાતી ન હતી, જે વધુ શંકા ઊપજાવનારી બાબત હોવાનું ઈડીએ જણાવ્યું હતું.

Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer