રામોસના ગોલથી સ્પેન જીત્યું : ઈટલીનો ફિનલૅન્ડ સામે વિજય

રામોસના ગોલથી સ્પેન જીત્યું : ઈટલીનો ફિનલૅન્ડ સામે વિજય
પેરિસ, તા. 24 : સર્ગિયો રામોસ દ્વારા બીજા હાફમાં પેનલ્ટી ઉપર કરેલા ગોલના કારણે સ્પેનને યુરો 2020 ક્વોલીફાયરમાં પોતાના શરૂઆતી મેચમાં નોર્વે સામે 2-1થી જીત મળી હતી. જ્યારે સ્ટ્રાઈકર મોઈજે કીનના ગોલથી ઈટાલીએ ફિનલેન્ડ ઉપર જીત મેળવી હતી. સ્પેનની ટીમ વાલ્:સિયામાં પોતાનું સારૂ પ્રદર્શન બતાવી શકી નહોતી પણ ટીમે ગ્રુપ એફમાં પોતાનું અભિયાન જીત સાથે શરૂ કર્યું હતું. રોડ્રિગોએ મેચની 16મી મિનિટે ગોલ કરીને સ્પેનને સરસાઈ અપાવી હતી. પરંતુ નોર્વેના સ્ટ્રાઈકર જોશુઆ કિંગે 65મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને બરાબરીએ લાવી હતી.આ દરમિયાન 71મી મિનિટમાં રામોસે પેનલ્ટીનો ફાયદો ઉઠાવીને ટીમને જીત મેળવી હતી. ઈટાલી અને ફિનલેન્ડના મેચમાં નિકોલો બારેલાએ સાતમી મિનિટે ગોલ કરી ઈટાલીને વિજયી બનાવ્યું હતું. 
Published on: Mon, 25 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer