મિયામી ઓપન : સેરેના ઈજાના કારણે બહાર, ઓસાકાની હાર

મિયામી ઓપન : સેરેના ઈજાના કારણે બહાર, ઓસાકાની હાર
મિયામી, તા. 24 : સેરેના વિલિયમ્સે ઘુટણની ઈજાના કારણે મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. જ્યારે શિર્ષ રેન્કિંગ ઉપર રહેલી નાઓમી ઓસાકા ત્રીજા દોરમાં બહાર થઈ છે.
બીજી તરફ પુરૂષ વર્ગમાં રોજર ફેડરરને ક્વોલીફાયર રાડૂ એલબોટ સામે પડકાર મળ્યો હતો પણ ત્રીજા દોરમાં પહોંચવામાં સફળ થયો હતો. 
સેરેનાનો ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય આશા બહાર હતો કારણ કે તેને ઈજા થઈ હોય તેવા કોઈ સંકેત જોવા મળ્યા નહોતા. પહેલા દોરમાં સેરેના એરેબેકા પીટરસનને 6-3,1-6, 6-1થી હરાવી હતી. જેના બે કલાકથી ઓછા સમયમાં ઓસાકા તાઈવાનની સીએ સુ વેઈ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer