કૉંગ્રેસ પ્રમુખ ઉપર ભાજપે સાધ્યું નિશાન

રાહુલની આવક દસ વર્ષમાં 55 લાખમાંથી 9 કરોડ કેવી રીતે થઈ ?

નવી દિલ્હી, તા. 24 :  ભાજપે રવિવારે સળંગ બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આવકથી વધુ સંપત્તિનો આક્ષેપ કર્યો હતો.  કેસરિયા પક્ષના પ્રવકતા સંબિત પાત્રાએ આજે એક પત્રકાર પરિષદને  સંબોધતાં સવાલો ઉઠાવ્યા હતા.
રાહુલ ગાંધી સાંસદ છે, એ જ તેમની આવકનું એકમાત્ર સાધન છે. કોંગ્રેસ અધ્યક્ષ કોઇ તબીબ કે વકીલ જેવો વ્યવસાય પણ?નથી ધરાવતા, તો તેમની આવક 10 વર્ષમાં 55 લાખમાંથી નવ કરોડ કેમ થઇ ગઈ તેવો સવાલ પાત્રાએ ઉઠાવ્યો હતો.
એટલું જ નહીં, પરંતુ ભાજપ પ્રવકતાએ  કથિત જમીન સોદો, ફાર્મ હાઉસના ભાડાં અને એક મિલકતના સોદા પર  સવાલ ઉઠાવતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીને માનહાનીનો કેસ કરવાનો પડકાર ફેંક્યો હતો.
દિલ્હીના મહરૌલી સ્થિત એક ફાર્મહાઉસના માલિક રાહુલ અને પ્રિયંકા ગાંધી છે. પાંચ એકરની આ મિલકતનું નામ ઇન્દિરા ફાર્મહાઉસ છે, તેવું તેમણે ઉમેર્યું હતું. વર્ષ-2013માં ફાઇનાન્સીયલ ટેકનોલોજી ઇન્ડિયા લિ. કંપનીને  દર મહિને  7 લાખ રૂપિયાના ભાડે અપાયું હતું. રાહુલે સોગંદનામામાં ફાર્મહાઉસની કિંમત 9 લાખ રૂપિયા બતાવી છે, પરંતુ તેમાં ભાડામાંથી કરોડો કમાયા છે, તેવું પાત્રાએ કહ્યું હતું.
ભાજપ પ્રવકતાએ  ગંભીર આરોપમાં કહ્યું હતું કે, ગુરુગ્રામમાં સિગ્નેચર ટાવર્સ-2માં રાહુલે મિલકત ખરીદી હતી, જેની કિંમત 7 કરોડ છે, પણ કરારમાં 4 કરોડ બતાવાઇ છે.
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer