પુલવામા હુમલો : વર્ચ્યુઅલ સિમનો ઉપયોગ કરાયો હતો

શ્રીનગર, તા. 24  : ભારત પુલવામા હુમલા દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા વર્ચ્યુઅલ સીમની સેવા આપનાર પાસેથી માહિતી માંગવા માટે અમેરિકાને અપીલ કરશે. પુલવામા હુમલામાં વર્ચ્યુઅલ સીમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં અમેરિકા ભારતની મદદ કરશે. અધિકારીઓએ કહ્યું છે કે આ સીમનો ઉપયોગ જૈશે મોહંમદના આત્મઘાતી બોમ્બર, કાશ્મીર અને પાકિસ્તાનમાં રહેલા તેના હેન્ડલરોએ હુમલા માટે કર્યો હતો. ઘટનાની તપાસ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્રાલ ઉપરાંત અન્ય અથડામણવાળા સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોર આદિલ દાર સરહદની નજીક જૈશની સાથે સંપર્કમાં હતો. ઘાતક હુમલાના મુખ્ય માસ્ટર માઈન્ડ મુદાસીર ખાન ત્રાલમાં અથડામણમાં ઠાર થયો હતો. 14મી ફેબ્રુઆરીના દિવસે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. અધિકારીઓના કહેવા મુજબ આ કામ કરવા માટેના તરીકા બિલકુલ નવા છે. જેમાં સરહદ પારથી ત્રાસવાદી એક વર્ચ્યુઅલ સીમનો ઉપયોગ કરી રહ્યા હતા. આ સીમ અમેરિકાની સેવા આપનાર કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ટેકનોલોજીમાં કોમ્પ્યુટર એક ટેલિફોન નંબર જનરેટ કરે છે અને ઉપયોગ કરનાર પોતાના સ્માર્ટ ફોન પર સેવા આપનારની એક એપ્લિકેશનને ડાઉનલોડ કરે છે. આ નંબર વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ અથવા ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ સાથે જોડવામાં આવે છે.  
આ નેટવર્કીંગ સાઈટ મારફતે જનરેટ કરવામાં આવેલા વેરિફિકેશન કોડ સ્માર્ટ ફોન ઉપર આવે છે. ત્યાર બાદ ઉપયોગ કરનાર વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે. પુવલામા હુમલામાં આત્મઘાતી બોમ્બર ડાર આ ટેકનોલોજીના પ્રયોગથી જૈશના હેન્ડલરો સાથે સંપર્કમાં હતો.
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer