અખિલેશ લડશે પિતાની આઝમગઢ બેઠક ઉપરથી

લખનઉ, તા.24 : સમાજવાદી પાર્ટીએ પોતાના ચૂંટણી અભિયાનને વધારે વેગીલું બનાવતાં આજે 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી હતી. સપાએ બે મહત્વની લોકસભા બેઠકો માટે ઉમેદવારો પણ જાહેર કર્યા છે. ગત ચૂંટણીમાં મુલાયમની બેઠક રહેલી આઝમગઢમાંથી હવે તેમનાં પુત્ર અખિલેશ યાદવ આ વખતે લડશે. જ્યારે રામપુરની બેઠક ઉપરથી આઝમ ખાનને મેદાને ઉતારવામાં આવ્યા છે.
સ્ટાર પ્રચારકોની આ યાદીમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, આઝમ ખાન, જયા બચ્ચન અને રામ ગોપાલ યાદવ સહિતના અનેક નેતાઓના નામ સામેલ છે. પાછળથી મુલાયમ સિંહનું નામ ઉમેરાયું છે. આ સાથે જ અખિલેશ યાદવે પોતાની સીટની જાહેરાત કરી દીધી છે. અખિલેશ યાદવ પોતાના પિતાનો વારસો સંભાળતા આઝમગઢ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. સમાજવાદી પાર્ટીએ વધુ એક મોટો નિર્ણય લેતા કદ્દાવર નેતા તથા વર્તમાન ધારાસભ્ય આઝમ ખાનને રામપુર સીટથી ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. હવે મુલાયમાસિંહ મૈનપુરથી લડી રહ્યા છે. 
સપાના રાષ્ટ્રીય મહાસચિવ મોહમ્મદ આઝમ ખાન, જયા બચ્ચન, ડિમ્પલ યાદવ, રાજેન્દ્ર ચૌધરી, રામગાવિંદ ચૌધરી, અહમદ હસન, જાવેદ અલી ખાન, વિશંભરપ્રસાદ નિષાદ, સુરેન્દ્ર નાગર, તેજપ્રતાપ યાદવ, નેરશ ઉત્તમ પટેલ, મૌલાના યાસીન અલી ઉસ્માની, મનોજ પારસ, મહબૂબ અલી અને શાહિદ મંજૂરને પણ લોકસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. પરંતુ સપા સંરક્ષક મુલાયમાસિંહ યાદવનું નામ તેમાં સામેલ નથી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer