માલીમાં 134 લોકોનો સામૂહિક સંહાર

બાળકોથી માંડીને ગર્ભવતી મહિલાઓને પણ વીંધી નખાઈ

બામાકો,તા.24: આફ્રિકાનાં સૌથી મોટા દેશ પૈકી એક એવા માલીનાં એક ગામમાં 134 લોકોનાં સામૂહિક સંહારની ભયંકર ઘટનાએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. માલીમાં નજીકનાં ભૂતકાળનો આ સૌથી ઘાતકી હુમલો ગણાવાય છે. 
આ હત્યાકાંડ શનીવારે મધ્ય માલીનાં ઓગોસ્સાગોઉ ગામમાં થયો હતો. જે આતંકવાદ પ્રેરિત વંશીય હિંસાગ્રસ્ત વિસ્તર છે. આ ઘટના વિશે જાણવા મળેલી વિગતો અનુસાર ડોંઝો શિકારીઓએ આ ઘાતકી કૃત્યમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને પણ બક્ષ્યા નહોતાં.
ઓગોસ્સાગોઉ ગામની નજીકનાં શહેર બંકાસનાં મેયરે આ હુમલાને જેહાદી હિંસા ગણાવી હતી. તેમનાં કહેવા અનુસાર ડોંઝો શિકારીઓનાં વેશમાં આવીને સવારે 4 વાગ્યાનાં સુમારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યા હતાં. 
સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ માલીમાં જારી હિંસાનાં દોરનો ઉકેલ શોધવા પ્રયત્નશીલ છે. થોડા સમય પૂર્વે જ તેની એક ટીમે પણ માલીની મુલાકાત લીધી હતી અને આ આંતરવિગ્રહમાં તેની દખલને પગલે પણ આ ઘાતકી હિંસા આચરવામાં આવી હોવાનું પણ કહેવામાં આવે છે. 
ઉલ્લેખનીય છે કે તેઆરેગ વિદ્રોહીઓ લીબિયામાં ગદ્દાફી માટે લડતા હતાં અને પાંચ-સાત વર્ષ પહેલા તે માલીમાં ઘુસવામાં સફળ રહ્યા હતાં. ત્યારબાદથી માલીમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ફ્રાન્સે આ જેહાદીઓને ખધેડવાનાં પ્રયાસો કર્યા હતાં. જો કે તેમાં તેને સફળતા મળી નહોતી. 
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer