રાહુલ માટે કેરી અને બટેટા એકસમાન : યોગી આદિત્યનાથ

સહારનપુર, તા. 24 : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પશ્ચિમી ઉત્તર પ્રદેશની 2019 લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે. રવિવારે યોગીએ સહારનપુરમાં માં શાકુમ્ભરી દેવીના આશિર્વાદ લીધા હતા અને પછી જનસભામાં પીએમ નરેન્દ્ર મોદી અને પોતાની યુપી સરકારની પ્રશંસા કરી હતી. આ દરમિયાન યોગીએ કહ્યું હતું કે,  નરેન્દ્ર મોદીના 5 વર્ષ વિપક્ષના 55 વર્ષ ઉપર ભારે છે. આ દરમિયાન રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કરતા યોગીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને લાગે છે કે જેમ કેરી ફળ છે તેમ જ બટેટા પણ ફળની જેમ જ ઉગે છે. 
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer